મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૪
પદ ૧૪
બ્રહ્માનંદ
રે સગપણ હરીવરનું સાચું, બીજાું સર્વે ક્ષણભંગુર કાચું; રે સગ - ટેક.
રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાગ્યનું મન મિથ્યા ભાળી;
છે વરવા જેવા એક વનમાળી; રે સગ.
રે થિર નહીં આવરદા થોડી, રે તુછ જાણીને આશા તોડી;
મેં જગના જીવન સાથે જોડી; રે સગ.
રે ફોગટ ફેરા નવ ફરિયે, રે પરઘર પાણી શું ભરિયે;
જો વરિયે તો નટવરને વરિયે; રે સગ.
રે ભૂઘર ભેટ્યા ભય ભાગો, રે સૌ સાથે તોડ્યો ઘાગો;
એ રસિક રંગીલાથી રંગ લાગો; રે સગ.
રે એવું જાણીને સગપણ કીધું, રે મેણું તો શિર ઉપર લીધું;
બ્રહ્માનંદનું કારજ સીધું; રે સગ.