મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભાણસાહેબ પદ ૫
પદ ૫
ભાણસાહેબ
સદ્ગુરુ સાહેબ સોઈ મળ્યા
સદ્ગુરુ સાહેબ સોઈ મળ્યા જેણે, અમ્મર નામ ઓળખાયો રે...
ગુરુ પ્રતાપ સાધુકી સંગત, ભગતિ પદારથ પાયો...
મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦
કથતાં બકતાં ભયો કિનારો, ઉનમુનિ કે ઘર આયો રે,
નગર લોક સબ નિક ચલાયા, જીત નિશાન ઘૂરાયો..
મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦
ચાર મળી ચૈતન ઘર આયો, પકડ પાંચ બુલાયો રે,
શબ્દ એક ટંકશાળ પડે ત્યાં, નિરભે નામ સુણાયો..
મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦
ઈસ ઉદબુદા ધૂમ મચાયો, માંહી શમી હે માયો રે,
નદી નાવ સબ નીક ચલી હે, સાયર નીર સમાયો..
મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦
અક્ષર એક સે જુગ ઉપાયા, સોહં નામ સવાયો રે,
અકળ પુરુષ અવતાર ધરે ત્યાં, ભાણે ભેદ જ પાયો..
મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦