મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૩
પદ ૩
મનોહર સ્વામી
ચૈતન અભેદ લહે, તે જાણે સાચૂં; ટેક.
જ્યાં સુધી ભેદ બુદ્ધિ, ત્યાં સુધી કાચૂં ચૈતન ચૈતન ૧
અરૂપી અછેદ્ય વસ્તુ, તેને કોણ કાપે;
કરમાં ગ્રહેવાય નહીં, કોણ કેને આપે. ચૈતન ૨
સ્વાભાવિક ભેદ ચાર, ભૂતમાં ગણાયે;
પાંચમું આકાશ ભૂત, ક્યાંહી ન ભેદાયે. ચૈતન ૩
તેથી પર ચૈતન ઘન, વ્યાપક સહુ માંહે,
ઔપાધિક ભેદ જોઈ, મૂરખ મુંઝાયે. ચૈતન ૪
જ્ઞાનગમ્ય ચૈતનને, આંખે જોવા જાયે;
ત્રણ્ય દેહોપાધિ તજ્યા વિના ભરમાયે. ચૈતન ૫
પ્રત્યડ્. સ્વરૂપ જાણે, તો ખરૂં સમજાયે;
મનોહર પોતે જ પછી, ભેદ મિથ્યા ગાયે. ચૈતન ૬