મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૪
પદ ૪
મનોહર સ્વામી
એક તુ અભેદ સમઝ, ચિદ્ઘન શુભકારી;
વ્યાપક નિર્લેપ જગ પ્રકાશક અધહારી. એક તું ૧
જાગૃતમાં જે ગણે છે, સ્થૂલ વસ્તુ પ્યારી;
સ્વપ્ન વિષે તેજ જાણે, સૂક્ષ્મ વસ્તુ સારી. એક તું ૨
સુષુપ્તિમાં તેજ સર્વ, વસ્તુને વિસારી;
અજ્ઞ થકો ભોગવે, આનંદ ભોગ ભારી. એક તું ૩
ત્રીતનથી ભિન્ન સતે, ભાસે સંસારી;
જહાં જેવો ત્હાં તેવો, દીસે અહંકારી. એક તું ૪
જાગૃતાદિ જાય આવે, જડ ભાસે ન્યારી;
ચૈતન અવચિલ પ્રકાશ, જોને નિરધારી. એક તું ૫
જ્ઞાતા નહિ અન્ય માટે, ભેદ મતિ વારી;
શેષ તું સચ્ચિદાનંદ બ્રહ્મ રહે ઘારી. એક તું ૬