મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /લીરલબાઈ પદ ૨
આવો મારા શબદુંના સોદાગર..
આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા,
ઘડી એક હીરલો દેખી, વણજું કરીએ રે હો જી...
આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા...૦
કાયા કર કોટડીને વીરો વણઝારો દાતા! કાયા કર કોટડીને વીરો વણઝારો,
શબદુરા ગુણ બોલીજે... આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા...૦
જહાં દેખું તિયાં બોલણહારો દાતા! જિયાં રે દેખું તિયાં બોલણહારો,
નમતી ધારણ કીજે... આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા...૦
તન કર ત્રાજવાં રે મન કર તોલાં દાતા! તન કર ત્રાજવાં રે મન કર તોલાં,
સુંદર કાયા તોલીજે... આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા...૦
એક મેરા બેલીડાને આદર દઈએ દાતા! એક મેરા બેલીડાને આદર દઈએ,
પગ ધોઈ પાવળ લીજે... આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા...૦
ઉજળાને ઉજળા ફૂલ ફટકીયા દાતા! ઉજળાને ઉજળા ફૂલ ફટકીયા દાતા,
વાકો સંગ ન કીજે... આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા...૦
આપ બુડેને ઓરકું બુડાવે દાતા! આપ બુડેને ઓરકું બુડાવે,
દોનું મિલીને બુડી જે... આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા...૦
એક મારો બેલીડો ને સાહેબ સરીખા દાતા!
એક મારો બેલીડો ને સાહેબ સરીખા,
વાકો સંગ કરીજે... આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા...૦
આપ તરે ને ઓરન કું તરાવે દાતા! આપ તરે ને ઓરન કું તરાવે,
દોનું મિલીને તરીજે... આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા...૦
માઝમ રાતના હુવા ભુજ મેલા દાતા! માઝમ રાતના હુવા ભુજ મેલા,
સમસ્યાયે સાધ મળી જે... આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા...૦
કર જોડીને લીરલબાઈ બોલ્યાં દાતા! કર જોડીને લીરલબાઈ બોલ્યાં,
મન માને ભાવ ભરી જે... આવો મારા શબદુંના સોદાગર વીરા! મારા...૦