મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શાંતિદાસ પદ ૩


પદ ૩

શાંતિદાસ

માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું.

તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મુકાવું ઘુઘરમાળ;          મન છે

સુનાં બી દઉંગી ને રૂપાં બી દઉંગી, દઉંગી ગલનકો હાર;          મન છે

આણી તીરે ગંગા ને પેલી તીરે જમના, બિચમેં ખડો રે નંદલાલ;          મન છે

મન કરું મછુવો ને તન કરું તછુઓ, જીવ મૂકું રે રખવાળ;          મન છે

શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, કૃષ્ણજી ઉતારે પેલે પાર;          મન છે