મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /હૂંડી કડવું ૧
કડવું ૧
પ્રેમાનંદ
રાગ રામગ્રી
શ્રીગુરુ-ગોવિંદને ચરણે લાગું જી;
દેવી શારદા! વાણી માગું જી. ૧
અંતરગત માંહ ઇચ્છા છે ઘણી જી,
ભાવે ભાખું હૂડી શ્રીમહતા તણી જી. ૨
ઢાળ
હૂંડી શ્રીમહેતા તણી, વરણવું બુધને માન;
ધન્ય ધન્ય નાગર નરસૈયા, જેહનું જૂનાગઢ શુભસ્થાન. ૩