માણેકબાઈ કહાનજી કવિ

કવિ માણેકબાઈ કહાનજી : પ્રાચીન સાહિત્યમાંથી અનુકરણીય દૃષ્ટાંતો લઈ, સ્ત્રીજીવનમાં નવી આશા પ્રેરી તેમને પ્રોત્સાહિત કરે તેવા લેખો અને કાવ્યોનો સંગ્રહ ‘મહિલા સંસાર’ (ડૉ. રખમાબાઈ સાથે, ૧૯૨૩)નાં કર્તા.