યોગેશ જોષીની કવિતા/અઢારમા દિવસ બાદ

અઢારમા દિવસ બાદ

અઢારમા દિવસ બાદ
બધુંય
સૂમસામ
સ્મશાનવત્‌
શબવત્‌...

ત્યાં તો
ફડ ફડ ફડફડ
પાંખ ફફડાવતોક
ઊડ્યો સમય
નવજાત પંખી-શો!!