– પણ હવે એ સમયને સજીવન કરીનેય શું! વહાણ તો બધાંય ચાલ્યાં ગયાં સમંદર છોડીને! પણ હા, આકળવિકળ પડછાયાઓ હજીયે જરીકે અજવાળું ન હોય ત્યારે પણ હરેફરે છે અંદર-બહાર ને ભરનિદ્રા વખતેય એક અવાવરું ફાનસ ભપકે છે મારી ભીતર ભફક્... ભપક્... ભફક્...