યોગેશ જોષીની કવિતા/એક તારો

એક તારો

ફેંદી કાઢ્યું
આખુંયે આકાશ.
ખોબે
ખોબે
ઉલેચી કાઢ્યો
બધોયે
અંધકાર...
છતાં
જડ્યો નહિ
એક તારો...
અંતે
નીરખ્યા કર્યું
તારી આંખોમાં..