યોગેશ જોષીની કવિતા/ચીસો

ચીસો

ઘર ધોળનારે
ચકલા-ચકલીની ગેરહાજરીમાં
અભરાઈ પરથી
આખોય માળો
નીચે નાખ્યો...

બારસાખે ચોડેલી
લાકડાની ચકલી
ચીસો પાડવા લાગી –
ચીં ચીં ચીં ચીં...