યોગેશ જોષીની કવિતા/તડકાનો ટુકડો

તડકાનો ટુકડો

સૂરજ
આથમી ગયો –
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું....

સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો.
મારી રૂમમાં....

બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ...