ત્રણેક કાળાં વાદળો એકમેકને છેદતાં હતાં ત્યાં દેખાતું હતું અજવાળાની બખોલ જેવું. આકાશમાં માળો ન બંધાય એ જાણવા છતાંય હું ઊડવા લાગ્યો એ બખોલ તરફ; ચાંચમાં સુક્કું સોનેરી તણખલું લઈ ને!