યોગેશ જોષીની કવિતા/બેય આંખોમાંથી...

બેય આંખોમાંથી...

બેય
આંખોમાંથી
ક્યારનાંયે
વહી
ગયાં
બધાંય
ચોમાસાં...

કોરીધાકોર
આંખોમાં
હવે
કેવળ
માછલાંનો
તરફડાટ...