યોગેશ જોષીની કવિતા/વૃક્ષ પણ...

વૃક્ષ પણ...

પંખીઓ પાસેથી
પોતાની ડાળે રહેવા માટેનું
ભાડું માગે
કે
વાદળ પણ
દસ પૈસાના એક ગ્લાસ લેખે
ધરતીને પાણી આપે
કે
સૂરજ પણ
દર મહિનાની પહેલી તારીખે
ધરતીના સરનામે
લાઇટનું બીલ મોકલે
કે
ભગવાન પણ
જે પૈસા આપે તેને જ
શ્વાસ લેવા પૂરતી
હવા આપે
તે પહેલાં
પૃથ્વીના કાનમાં કહી દો
કે –