યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/સંપાદક-પરિચય

સંપાદક-પરિચય

ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટ્સ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે. હર્ષ બ્રહ્મભટ્ટ (૧૯૫૪) ગુજરાત સરકારના વહીવટી વિભાગમાંથી અધિક સચિવ તરીકે નિવૃત્ત થયા. તેઓ ‘કુમાર’ ચંદ્રકથી સન્માનિત છે. તેમણે નવ કાવ્યસંગ્રહો ગુજરાતીમાં અને છ ઉર્દૂમાં આપ્યા છે. આ સંગીતપ્રેમી કવિની સંવેદનશીલ વહીવટકર્તા તરીકે પણ ખ્યાતિ છે.