યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/સર્જક-પરિચય
સર્જક-પરિચય
યોગેશ જોષી (૧૯૫૫) બી.એસ.એન.એલ.માંથી ડેપ્યુટી જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત થયા. નર્મદ સુવર્ણચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રકથી તેઓ સન્માનિત છે. કવિતા, નિબંધ, વાર્તા, નવલકથા, ચરિત્ર, સંસ્મરણ, અનુવાદ, સંપાદન તથા બાળસાહિત્યનાં તેમનાં લગભગ ૬૦ પુસ્તકો છે. તેઓ ૧૮ વર્ષ ‘પરબ’ના સંપાદક રહ્યા. દસેક વર્ષ તેમણે ‘વિશ્વમાનવ’ના સાહિત્યવિભાગનું સંપાદન સંભાળ્યું હતું.