ખખડતો ખખડધજ ચીલો બને રણકતી ગાડાવાટ વાડના થોરિયામાં ઊઘલે વસંત હરખપદૂડી ઝાંપલીઓ આઘીપાછી થાય ઘૂઘરાના ભણકારે કૉળતી સીમ આંબાવાડિયાં ફાટું ફાટું થાય ઘૂઘરે ઘમકે કણબીનું જાડું હૈયું. કણબણની તાવડી એકલી મલકાય ઘોડિયે ઘમ્મર ઘમ્મર ફરુકડી ટોડલે મોર વધામણી ખાય