રમણીક સોમેશ્વરની કવિતા/કરુણાન્તિકા

૩૪. કરુણાન્તિકા

હવે તો કદાચ
યુગો વીત્યા બાદ
ઉત્ખનન કરતાં
હું
શોધી શકીશ
તારું અસ્થિપિંજર

ને
યુગોની પાર
ખોતરતો રહીશ
મારી
ક્ષણભંગુરતા...