રમણીક સોમેશ્વરની કવિતા/પહાડ

૧૯. પહાડ

 
વરસે
ને
ઝીલી લે પહાડો
ઝીલે
ને
વહાવી દે

ખીણો
લથબથ

ભીંજાય
અને
ભીંજવે

ગુંદાય
અને
ગુંદે

બૂડે
તરબતર

કોળે
મહોરે

પહાડ
સદાયે
કોરા

૨૦

થીજી ગયેલો સૂરજ
પીગળે અંડકોષમાં
પીગળે
ત્યાં રેલાવા લાગે
પહાડ
ગબડતો ચાંદો
દરિયે ડૂબે
ચાંદો
પાતાળે જઈ
બને ગોખનો દીવો
ગોખને
ફૂટી નીકળે પાંખ
પાંખમાં
ઊછળતું આકાશ
સૂંઘતું
ઘોર વનોના અંધારાને
ભેજભર્યું અંધારું
ધીમે
કોળે