રમેશ પારેખ

પારેખ રમેશ મોહનલાલ (૨૭-૧૧-૧૯૪૦) : કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર. જન્મ અમરેલીમાં. ૧૯૫૮માં પારેખ અને મહેતા વિદ્યાલય, અમરેલીમાંથી મૅટ્રિક. ૧૯૬૦થી જિલ્લા પંચાયત, અમરેલી સાથે સંલગ્ન. આધુનિક સર્જક તરીકેની સર્જનદીક્ષા ૧૯૬૭માં પામ્યા. અનિલ જોષીએ ‘કૃતિ'ના અંકો આપી, એમાં છપય છે તેવું કશુંક નવું લખવા પ્રેર્યા. એમની સાથે લેખનચર્ચા ચાલી અને આધુનિકતાની સમજણ ઊઘડી. પડકાર ઝીલ્યો અને નવી શૈલીએ લખતા થયા. ૧૯૭૦માં કુમારચંદ્રક. ઉમા-સ્નેહ રશ્મિ પારિતોષિક પ્રાપ્ત. એમની સર્જક-સંવેદનાના મૂળમાં ‘કશાકથી છૂટા પડી ગયાની વેદના અને પરિસ્થિતિને પડકારવાની પ્રકૃતિ છે. લેકબોલીના લહેકા, લોકસંગીત અને એનું હાર્દ એમના અજ્ઞાત મનમાં સંઘરાતાં રહ્યાં અને એમના સર્જનના મૂળમાં તે ખાતર રૂપે પુરાયાં. આથી એમના સર્જનમાં આગવી મુદ્રા પ્રગટી. ‘યાં(૧૯૭૦), ‘ખડિંગ’ (૧૯૭૯), ‘વ’ (૧૯૮૦), સનનન’(૧૯૮૧),‘ખમ્મા આલાબાપુને (૧૯૮૫) અને ‘વિતાન સુદ બીજ’(૧૯૮૯) એમના પ્રકાશિત કાવ્યસંગ્રહો છે. એમણે ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યસ્વરૂપોને ખેડયાં છે; તો થોડાંક સોનેટ પણ લખ્યાં છે. ગીત અને ગઝલ ઉપર એમનું વિશેષ પ્રભુત્વ છે. ભાવ, ભાષા ૨ ને ૨ ભિવ્યક્તિમાં નવીનતા, તાજગી અને વૈવિધ્ય એમની કવિતાની લાક્ષણિકતા છે. નવી નકોર કાવ્યબાની, નૂતન અભિવ્યક્તિ સાધતી ધારદાર પોતીકી ભંગ, એને લાક્ષણિક તળપદ રણકો, અપૂર્વ પ્રાસ રચના, અસાધારણ ભાષાકર્મ, નવીન પ્રતિરૂપ, કલ્પનની તાજગી તથા સહજ લયસિદ્ધિ એમની કવિતાના ઉત્તમાંગ છે. ઝંખના, અભાવ, વેદના, વિફલતા, એકલતા, વંધ્યતાના ભાવે એમની ગઝલોમાં વારંવાર વ્યક્ત થાય છે, તે ગદ્યકવિતામાં નિરૂપાય છે નગરસંસ્કૃતિની વિરૂપતા. મધ્યકાલીન સેરઠી ગોપગામઠી લેબાશવાળાં તથા ન્હાનાલાલનું અનુસંધાન કરતાં સૌંદર્યમંડિત ઊર્મિગીતો દ્વારા તેઓ રાવજી મણિલાલ દ્વારા સિદ્ધ થયેલા આધુનિક ગુજરાતી ગીતને સફળતાએ પહોંચાડે છે. એમનાં ગીતામાં વિવિધ વયની નારીના હૈયાના પ્રેમ, વિરહ, અજંપે, એકલતા, અભીપ્સા, ઝંખના ઇત્યાદિ ભાવોનું અભિનવ આલેખન થયું છે. લોકગીતામાં આવતી ત્રાજવાં ત્રોફાવતી નાયિકા ગોપવધૂ સેનલ, ગ્રામીણ પરિવેશ, કેકના થાપા -પાળિયા-આભલાનાં તારણ-ઓળીપ-સાથિયા-ચાકળા-ગાર્યમાનાં વ્રત જેવો અસબાબ, સ્પર્શક્ષમ તળપદ લહેકા, લોકલયના વિવિધ પ્રયોગો અને ઇન્દ્રિયવ્યત્યય એમનાં ગીતોને નિજી વ્યક્તિતા અપે છે. સોનલને ઉર્દૂ શીને લખાયેલાં ગીતો તથા મીરાંકાવ્યો ખાસ ધ્યાને. ખેંચે છે. ‘ખમ્મા આલાબાપુને' સંગ્રહમાં તેઓ કૃતક મધ્યકાલીન સામંતી વૈભવ અને વીરતામાં રાચતા જર્જર આલાખાચરના પાત્રને કેન્દ્રમાં રાખીને વિવિધ વસ્તુ, પાત્ર, વાતાવરણ, પ્રસંગ અને અસબાબને આધારે માનવીના મિથ્યાભિમાનની વિડંબના કરે છે. વ્યંગવિનોદથી ભરપૂર આ હાસ્યચિત્રાવલિમાં તેઓ ગીતને ઢાળ બાળલય-પ્રસંગકાવ્ય-સૌનેટ-અછાંદસ એમ વિવિધ અભિવ્યક્તિ રૂપો અજમાવે છે; નવીન તાજગીભર્યા પ્રતીકે, વાછટા, નાટ્યા ત્મકતા અને તળપદ બોલીના બળકટ પ્રયોગ કરે છે; તો વ્યાજવીર દ્વારા માનવજીવનની ઘેરી કરુણતાને વ્યંજિત કરે છે. ભવ્ય ભૂત કાળના જર્જર પ્રતિરૂપ સમા આલાબાપુનું કૃતક અસ્મિતાનું ગૌરવ દલપતરામના મિથ્યાભિમાન ના જીવરામ ભટ્ટની યાદ આપે છે. ‘સ્તનપૂર્વક' (૧૯૮૩) નામના વાર્તાસંગ્રહથી એમણે આધુનિક ટૂંકીવાર્તાના ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. માનવમન-પ્રકૃતિ-સંબંધની સંકલતાઓને તથા માનવીની કશાક કામ્ય માટેની ઉત્કટ ઝંખના, તેને પ્રાપ્તિ માટેનો દાણ સંઘર્ષ અને અંતે મળતી વિફલતાને આલેખતી આ વિવાદાસ્પદ વાર્તાઓમાં એમણે પરીકથા અને લોકકથાના મોટિફનો પ્રયોગ, તરંગલીલા, ઉરાંગઉટાંગ ચેતના પ્રવાહ, દુ:સ્વપ્ન, પ્રતીક, નાટ્યાત્મક ભંગિ અને નિરૂપણરીતિની નવીનતા જેવા વિવિધ કસબ દ્વારા શબ્દને અભિધાથી દૂર લઈ જવાની અને વાયવ્ય ભાવનભૂતિઓને અનુભવના ક્ષેત્રમાં લઈ આવવાની મથામણ કરી છે. બાળસાહિત્યના ક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. એમાં પણ તાજગી, નવીનતા અને સહજસિદ્ધ પ્રતિભાનાં દર્શન થાય છે. બાળકાવ્યોના સંગ્રહો ‘હાઉક' (૧૯૭૯) અને ‘ચી' (૧૯૮૦) નાં કાવ્યો ભાષાની સાદગી, સરળતા, શિશુસહજ કલ્પના ને બાનીનો વિનિયોગ, સહજ સરી આવતી રમતિયાળ પ્રાસ ને લયની લીલા, હળવાશ-મસ્તી અને ગેયતાને કારણે આકર્ષક બન્યાં છે. હફરક લફરક' (૧૯૮૬)માંની બાળવાર્તાઓમાં પણ તેઓ ભાષાની શક્તિને નવેસરથી કામે લગાડે છે, જોડકણાંના ઉપયોગથી વાર્તાને શ્રાવ્યતા આપે છે અને એ સંદર્ભમાં જ શબ્દોના અન્વયે ને લહેકાઓની પસંદગી કરે છે, તેથી એમની વાર્તાઓ સર્જકતા અને બાળસુલભ મનોહરતા ધારણ કરે છે. પશુપંખી સાથે ફળે, સાઈકલ અને ખિસું પણ એમની વાર્તાઓમાં પાત્ર બનીને આવે છે, તેથી બાળકનું વિશાળ સંવેદનવિશ્વ પ્રત્યક્ષ થાય છે.