રવીન્દ્રપર્વ/૨૦. આઘાત સંઘાત મધ્યે
૨૦. આઘાત સંઘાત મધ્યે
આઘાત સંઘાત મધ્યે ઊભો છું હું આવી —
અંગદ કુણ્ડલ કણ્ઠી — અલંકારરાશિ
ઉતારી ફેંક્યો છે દૂરે. આપો મારે હાથે
નિજ હસ્તે તમારાં અમોઘ શર સર્વ,
તમારું અક્ષય તૂણ. દિયો અસ્ત્રદીક્ષા,
રણગુરુ. તમારો પ્રબલ પિતૃસ્નેહ
ધ્વનિત થાઓ એ આજે કઠિન આદેશે.
કરો મને સમ્માનિત નવવીરવેશે,
દુરુહ કર્તવ્યભારે, દુ:સહ કઠોર
વેદનાએ, ને પ્હેરાવી દિયો અંગે મમ
ક્ષતચિહ્ન અલંકાર, ધન્ય થશે દાસ
સફલ પ્રયત્ને અને નિષ્ફલ પ્રયાસે.
ભાવને લલિત ખોળે ના રાખી વિલીન
કર્મક્ષેત્રે કરી દિયો સમક્ષ સ્વાધીન.
(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪