રવીન્દ્રપર્વ/૯૦. ઓ રે ગૃહવાસી, ખોલ દ્વાર
૯૦. ઓ રે ગૃહવાસી, ખોલ દ્વાર
હે ગૃહવાસી, દ્વાર ખોલો. બધું ઝોલે ચઢ્યું છે. સ્થળ જળ અને વનમાં બધું જ ઝોલે ચઢ્યું છે. ખોલો, દ્વાર ખોલો. અશોક અને પલાશ પર રંગીન હાસ્યનો પાર નથી. વાદળભર્યા પ્રભાતના આકાશમાં રંગીન નશો છે. કૂણાં પાંદડાંએ રંગનો હિલ્લોળ છે. વાંસવન દક્ષિણના પવનમાં મર્મરિત થઈ ઊઠ્યું છે. પતંગિયાં ઘાસમાં ઊડાઊડ કરે છે. મધમાખી ફરી ફરીને ફૂલ પાસે દક્ષિણા માગે છે. પોતાની પાંખથી એમની યાચકની વીણા વગાડે છે. માધવીના મણ્ડપમાં વાયુ સુગન્ધથી વિહ્વળ થઈ ઊઠ્યો છે. (ગીત-પંચશતી)