રસિક શાહ

શાહ રસિકલાલ ચુનીલાલ : ‘રાષ્ટ્રભાષા કોશ-ગુજરાતી શબ્દાર્થ ‘સાથે' (૧૯૫૦)ના સંપાદક.

શાહ રસિકલાલ પ્રેમચંદભાઈ (૧૫-૬-૧૯૩૨) : ભાષાવિદ. જન્મ મહેસાણા જિલ્લાના બિલોદરામાં. ૧૯૫૪માં બી.એસસી. ૧૯૫૬ -માં ડિપ્લોમા ઇન ડેફ ઍજયુકેશન. અત્યારે ટ્રેનિંગ કૉલેજ ફોર ધ રિસર્ચ વ ધ ડેફના પ્રિન્સિપાલ. ‘બધિરોનું વાણીશિક્ષણ' (૧૯૮૧) એમને ભાષાશાસ્ત્રવિષયક ગ્રંથ છે.

શાહ રસિકલાલ હરજીવનદાસ : પ્રેરક નિબંધિકાઓનો સંગ્રહ ‘એક કદમ આગે' (૧૯૪૪) તથા જાસૂસકથા ‘લાલબહાદૂર’ના કર્તા.