રાજેશ રમેશચંદ્ર અંતાણી

અંતાણી રાજેશ રમેશચંદ્ર (૧૫-૪-૧૯૪૯): વાર્તાકાર. જન્મ ભુજમાં. ૧૯૬૬માં એસ.એસ.સી., ૧૯૭૧માં બી.એ., ૧૯૭૪માં ગુજરાતી, હિન્દી વિષયો સાથે એમ.એ., ૧૯૬૭થી ગુજરાત વિદ્યુત બોર્ડમાં. એમના વાર્તાસંગ્રહ ‘પડાવ' (૧૯૮૨)માં કાવ્યમય નિરૂપણપદ્ધતિને કારણે અતીતના ઓછાયા હેઠળ પીડાતાં પાત્રોની કરુણતા, ઘટનાની વક્રતા એને નાટ્યાત્મકતા આસ્વાદ્ય બન્યાં છે.