સ્થળ : આગ્રામાં માનસિંહનું ભવન. સમય : સંધ્યા.
[માનસિંહ એકલો ઓરડામાં ટહેલી રહ્યો છે.]
માનસિંહ :
|
[સ્વગત] બાપુએ રેવાને મારી પાસે મોકલી છે તે મને લાગે છે કે એનાં લગ્નને માટે. અને હું ધારું છું કે બાપુની ઇચ્છા આ મોગલપરિવારમાં જ એના વિવાહ કરવાની છે. ઓહ! અમે કેટલા અધોગામી બન્યા છીએ! મેં માન્યું હતું કે મેવાડના પવિત્ર વંશગૌરવની અંદર આ કલંક સાફ કરી નાખીશ. એ આશા તો એળે ગઈ. પ્રતાપસિંહ! તારા દંભના તો હવે ચૂરા કરીશ. અમે અમારાં કુળગૌરવ ગુમાવી બેઠા, અને તેં તારું સર્વસ્વ ગુમાવીને પણ એ ગૌરવ સાચવી રાખ્યું છે. પરંતુ હવે જોઉં છું, એક દિવસ તારા એ ઉચ્ચ મસ્તકને પણ અમારી સાથે એક સપાટી પર ઉતારી શકું છું કે નહિ! તને હું વનેવન રઝળાવીશ, તારા માથા પર આકાશ સિવાય બીજું એકેય છાપરું નહિ રહેવા દઉં.
|
[શસ્ત્રબંધ સલીમ આવે છે.]
માનસિંહ :
|
[ચકિત બની] શાહજાદા તમે! અત્યારે! શાહજાદા!
|
સલીમ :
|
માનસિંહ! હું તમારું કોઈ પ્રિય કાર્ય કરવા નથી આવ્યો. હું આવ્યો છું બદલો લેવા.
|
સલીમ :
|
હા; માનસિંહ, બદલો.
|
સલીમ :
|
તમારા વધી પડેલા દંભનો. મામુદ!
|
[મામુદ બે ખુલ્લી તરવારો લઈને આવે છે.]
સલીમ :
|
[માનસિંહ પાસે બન્ને તરવારો ધરીને] ઉઠાવી લો બેમાંથી એક.
|
માનસિંહ :
|
યુવરાજ, આજ આપનું માથું ભમે છે કે શું? આપ દિલ્હીશ્વરના પુત્ર છો; હું એનો સેનાપતિ ઊઠીને આપની સામે યુદ્ધ કરું?
સલીમ : હા, હા, યુદ્ધ કર. તું શહેનશાહના સાળાનો પુત્ર! તારા પિતાની સાથે શહેનશાહને ભલે હૈયાનાં હેત હોય; મારે નથી. તું શહેનશાહનો અજેય સેનાપતિ! શહેનશાહ ભલે તારો દંભ સાંખી શકે, મારાથી ન સંખાય. ચાલ, ઉઠાવ એક તરવાર!
માનસિંહ : યુવરાજ, કબૂલ કે આપની મારા પર બહુ મહેરબાની નથી. છતાં આપ યુવરાજ છો. આપના પર મારાથી ઘા ન કરાય. મેં શહેનશાહનું અન્ન ખાધું છે.
|
સલીમ :
|
નામર્દાઈનાં બહાનાં જવા દે. આજ હું નથી છોડવાનો. માનસિંહ, શસ્ત્ર ઉઠાવ! ભલે આજે આંહીં જ ફેંસલો થઈ જાય કે કોણ મોટો — માનસિંહ કે સલીમ?
|
માનસિંહ :
|
યુવરાજ, ઠંડા પડો, વાત સાંભળો.
|
સલીમ :
|
નકામાં છે એ ફાંફાં. શસ્ત્ર ઉપાડ! મેં પ્રતિજ્ઞા લીધી છે. આજ કશી વાત નહિ સાંભળું.
|
[માનસિંહના હાથમાં તરવાર આપે છે.]
માનસિંહ :
|
[તરવાર લઈને] યુવરાજ, તમે શું દીવાના બન્યા છો?
|
માનસિંહ :
|
હા હા! દીવાનો બન્યો છું, મહારાજા!
|
[માનસિંહ પર સલીમ હુમલો કરે છે. માનસિંહ સામા દાવ ચલાવે છે.]
માનસિંહ :
|
[લડતાં લડતાં] હજુ કહું છું કે ઠંડા પડો.
|
સલીમ :
|
[ફરી વાર આક્રમણ કરીને] હવે તો મર્યો સમજજે.
|
માનસિંહ :
|
[પોતાના પગ પર ઝટકો પડતાં ધીરજ હારી ગર્જના કરી.] ઠીક, ત્યારે તેમ થાઓ! યુવરાજ! હવે માથું સંભાળી લેજો!
|
[માનસિંહ સલીમ પર હુમલો કરે છે. સલીમ જખમ ખાઈને પાછો હઠે છે.]
માનસિંહ :
|
હજુ કહું છું કે ઠંડા પડો, નહિ તો પલવારમાં માથું ઊડીને મારા પગમાં રોળાશે.
|
[સલીમ ફરી હુમલો કરે છે. એ સમયે છૂટા કેશવાળી, અસ્તવ્યસ્ત વસ્ત્રોવાળી રેવા દોડતી આવીને ઊંચા હાથ કરી બન્નેની વચ્ચે ઊભી રહે છે.]
રેવા :
|
શસ્ત્ર નમાવો! આ ઘર છે; રણાંગણ નથી.
|
[એ રૂપના અંબારને જોતાં જ સલીમ અંજાઈને ઘડીભર પોતાની આંખો આડે હાથ ધરે છે. બીજા હાથમાંથી તરવાર નીચે પડી જાય છે. આંખો ખોલે ત્યાં તો એ જ્યોતિ અદૃશ્ય થઈ જાય છે.
સલીમ :
|
[ધીરે સ્વરે] એ કોણ! દેવી કે માનવી!
|