ચારે ખૂણે અંતરને ભરાઈ તું રહે યદા નેત્ર સમક્ષ તું હો; અને યદા નેત્રથી દૂર તું હો, તારી સ્મૃતિ પ્રાણ મહાલયે ધસી કબ્જે કરી લે સહુ બારી બારણાં. ના મોક્ષ મારે નજરે હવે પડે, ન વિઘ્ન તારા જય અશ્વને નડે.