વેણીનાં ફૂલ/સમી સાંજે દાદાને દેશ પહોંચશું

સમી સાંજે દાદાને દેશ પહોંચશું

એના પાંખાળા ઘોડા ખેલાવશું,
પછી પરીઓને ખોળે પોઢી જશું!
હાં રે બેની! હાલો એ પરીઓના દેશમાં - હાં રે૦

ભલે હોય ઘણું તાણ
ભલે ઉઠે તોફાન
આજ બનશું બેભાન
થવા દાખલ દાદાજીના દેશમાં!

હાં રે સખી! હાલો દાદાજીના દેશમાં
પ્રેમસાગર પરભુજીના દેશમાં - હાં રે૦