વેણીનાં ફૂલ/સાગરમાં વસનાર
સાગરમાં વસનાર
પેલાં સાગરમાં વસનાર, માડી! મને બાળ બોલાવે
એનાં હૈયાં તે કેવાં હેતાળ, માડી! મને રમવા બોલાવે
છાનાં કહે મારા કાનમાં
અમે ભમવા તે જાતાં,
દેશ વિદેશને કાંઠડે
રૂડાં ગાયન ગાતાં.
આજે આંહી આવી નીકળ્યાં,
કાલે ક્યાં વળી જાશું!
કોઈ હિસાબ ન રાખતું,
ક્યાંયે રાત રોકાશું!
હું રે પૂછું, મને તેડશો,
તમ સંગમાં ગાવા?
હૈયે મારે ઘણા કોડ,