વ્રજલાલ મોહનલાલ ઓઝા

ઓઝા વ્રજલાલ મોહનલાલ (૨૩-૯-૧૯૦૯): કવિ, બાળસાહિત્યકાર. જન્મ ખેરાળુમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂનામાં. ૧૯૪૦માં પી.ટી.સી. પૂનાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક. ૧૯૩૯થી ૧૯૪૧ દરમ્યાન ‘કુસુમ' માસિકનું સંપાદન. એમની પાસેથી બાળકોની ભાવનાશીલતા અને પ્રકૃતિપ્રેમને પોષે એવા ‘રાસકલિકા' (૧૯૪૧), ‘ખટદર્શન' (૧૯૬૧) અને ‘બાલકુસુમોદ્યાન’ (૧૯૬૪) નામના બાળકાવ્યસંગ્રહો અને ‘ગાંધીજીવન દીપિકા' (૧૯૬૮) તથા ‘ગુજરાતી વ્યાકરણ પ્રવેશ ધોરણ-૩’ (૧૯૩૩) મળ્યાં છે. આ ઉપરાંત એમણે મરાઠી નાટ્યકાર પ્રા. આપ્ટિકરના લઘુનાટકનો ‘નાટક બેસી ગયું’ (૧૯૬૧) એ નામથી ગુજરાતી અનુવાદ આપ્યો છે.