શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૦. ઊંચા દરિયા ને...
૬૦. ઊંચા દરિયા ને...
ઊંચા દરિયા ને ઊંડા ડુંગરા રે જી,
ધરતી પર ઊછળે આકાશ રે;
પગલામાં પંથ પંથ ઊડતા રે જી.
લીલા તડકા ને કાજળ ચાંદની રે જી,
મોગરામાં મઘમઘતી રાત રે;
તારાને નેણ તિમિર ટૌકતાં રે જી.
મૂંગાં છે ગીત, મૌન ગુંજતાં રે જી,
પથ્થરમાં પડઘાના ચાસ રે;
ચાસે ચાસે રે કીર કોળતા રે જી.
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૪૩)