તિલક કરતાં ત્રોપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં; તીરથ ફરી-ફરી થાક્યા ચરણ, તો યે ન પોહોતો હરિને શરણ; કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.