જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં, મુકિત મારી આખરે છે એક કારાગારમાં; ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં, હોડી મારી લઈ જઉં હું ડૂબવા મઝધારમાં!