સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/બસ, એટલું જ
મહાજનો-પયગંબરો શું કરે છે? જેઓ નિશ્ચેતન, જડ, સ્થગિત થઈ ગયા છે તેમને, ગળિયા બળદને પૂછડું આમળી બેઠો-ચાલતો કરે તેમ, પ્રવૃત્તિશીલ કરે છે — એમનામાં ચેતનાના તત્ત્વને સંચરતું કરી મૂકે છે. બસ, એટલું જ. વ્યક્તિમાં આટલું પરિવર્તન લાવી શકાય એટલે પછી બધાં વાનાં થઈ આવશે, એ વાતનો એમને યકીન છે.