સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એઈન રેન્ડ/કાયદા
આ કાયદાઓ શાને માટે છે? તમે શું ખરેખર એમ માનો છો કે એ બધા કાયદાઓ પળાય તેમ અમે ઇચ્છીએ છીએ? ના રે — અમે તો આશા રાખીએ છીએ કે દરેક માણસ કોઈ ને કોઈ કાયદાનો ભંગ કરીને ગુનેગાર બને. પ્રામાણિક, નિર્દોષ લોકો પર સત્તા ચલાવવી જરા મુશ્કેલ બની જાય છે. એટલે કોઈ પણ માણસ નાનોમોટો કાંઈક ગુનો કરે, ત્યારે જ રાજ્યની સત્તા એની પર ઠોકી બેસાડવાનું સરળ થઈ પડે છે. અમે એટલી બધી બાબતોને ગુનાહિત જાહેર કરી દઈએ છીએ કે કોઈ ને કોઈ ગુનો કર્યા વગર લોકોનો જીવનવ્યવહાર અશક્ય બની જાય. એવા એવા કાયદા ઘડવા જોઈએ કે જે પાળી શકાય જ નહીં, પળાવી શકાવાય પણ નહીં, અને જેનો નિરપેક્ષ અર્થ કરી શકાય નહીં. પછી એવી પરિસ્થિતિમાં મોટા ભાગના લોકોને કાંઈ ને કાંઈ ગુનો કરવો જ પડશે — અને તેને આધારે અમારું કામ કઢાવી શકાશે. [‘એટલાસ શૂગ્ડ’ પુસ્તક]