સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/તેજસ્વિતા પહેલી

          હિંમત ન હોય અને નમ્રતા હોય તે કામની નથી. હિંમત વધે પછી નમ્રતા આવે તે શોભે. માટે આપણે જે વિદ્યા આપીએ તે પહેલાં તેજસ્વી હશે, પછી બીજી બધી સંસ્કારિતા. તેજસ્વિતાને ભોગે આવતી સંસ્કારિતા નથી જોઈતી. તેજસ્વિતા સાથે જેટલી નમ્રતા આવે તે ઉત્તમ.