માન તમારે હાથ ન સોંપ્યું, કેમ કરી અપમાનશો? વજ્ર સમું અણભેદ હૃદય આ, શર સૌ પાછાં પામશો… રેતી કેરા રણ ઉપર ના બાંધ્યા મહેલ સ્વમાનના, શ્રદ્ધાના અણડગ ખડકો પર પાયા રોપ્યા પ્રાણના!…