સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગીતા પરીખ/ઘસરકો

બા,
તમે અહીં હતાં ત્યારે
ઘરમાં કેવાં હવા જેમ ભળી જતાં!
અને અહીંથી ગયાં ત્યારે પણ...
તમારા જવાનો સ્હેજ અમથો ઘસરકો પણ
આકાશના ફલક પર
(અમારાં હૃદય પર?)
ક્યાંય અંકાય નહીં — વાગે નહીં —
તેવી હળવાશથી તમે સરી ગયાં!