સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંતીલાલ મો. શાહ/કાંઈક કહેવાનું
મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનને એક પ્રસંગે પ્રવચન માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેમણે દિલગીરી દર્શાવતાં કહ્યું, “મારે અત્યારે કાંઈ કહેવાનું નથી. પરંતુ જો કાંઈ કહેવાનું હશે તો હું પછી આવીશ.” બરાબર છ માસ પછી તેમણે તેમના મૂળ નિમંત્રકોને તારથી ખબર આપ્યા : “હવે મારે કાંઈક કહેવાનું છે.” આથી વિના વિલંબે સમારંભ ગોઠવવામાં આવ્યો, અને ત્યાં આઇન્સ્ટાઈને મુખ્ય મહેમાન તરીકે પોતાનું પ્રવચન આપ્યું.