સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જવાહરલાલ નેહરુ/અણલખ્યો પત્ર

          જે પત્રો લખવાની આપણને તીવ્ર ઇચ્છા હોય છે, તે લખવામાં ઘણી વાર વિલંબ થાય છે. રોજિંદા વહેવારના પત્રો રીતસર લખાય છે અને તેમ છતાં, જે લખવા માટે આપણે ખૂબ વિચારતા હોઈએ તે પત્ર અણલખ્યો જ રહે છે.