સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જૈનેન્દ્રકુમાર/પળે પળે શહીદ
અહિંસક પરાક્રમ અને હિંસક પરાક્રમમાં જે ફરક છે તે એ કે હિંસક પરાક્રમ સામયિક હોય છે અને તે અમુક મોરચા પરથી જ થઈ શકે છે, જ્યારે અહિંસક પરાક્રમ સતત થતું રહે છે. અને તે જીવનવ્યાપી હોય છે. નિત્ય શક્તિ હશે તો જ તે નૈમિત્તિક સમય પર પ્રગટ થઈ શકશે. અહિંસક શહીદ માત્રા અમુક ક્ષણે જ મરવા માટે નથી નીકળતો હોતો, બલ્કે તે તો પળે પળે શહીદ થતો હોય છે.