આગે કદમ! આગે કદમ! આગે કદમ! યારો, ફનાના પંથ પર આગે કદમ!... આગે કદમ: દરિયાવની છાતી પરે, નિર્જળ રણે, ગાઢાં અરણ્યે, ડુંગરે; પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરે: આગે કદમ! આગે કદમ! આગે કદમ!