સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નગીનદાસ પારેખ/એક ઉદરમાંથી બીજામાં—
અનુવાદકનું કામ કોઈ છોડને એક ભૂમિમાંથી ઉપાડીને બીજી ભૂમિમાં રોપવા જેવું છે. શબ્દનો નાદ, ધ્વનિસંલગ્ન, અર્થ, વાક્યનો લય, શબ્દોની વિશિષ્ટ ગોઠવણી-એ બધાંના સહયોગથી જે ભાવપિંડ બંધાય છે, તેને એક ભાષામાંથી બીજી ભાષામાં અકબંધ લઈ જવો, એ ગર્ભને એક ઉદરમાંથી બીજા ઉદરમાં લઈ જવા જેવું વિકટ કામ છે.