સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નગીનદાસ સંઘવી/કારણ કે—
તમાકુ મહા ઝેર છે, અનેક રોગ પેદા કરે છે. જનતાને જેનાથી નુકસાન થાય છે તેવી તમાકુનો વપરાશ બંધ કરવો હોય તો તેનો ધરમૂળથી નાશ થવો જોઈએ. આપણા દેશમાં, ખાસ કરીને ગુજરાત-તમિલનાડુ-આંધ્રમાં, તમાકુનું વાવેતર મોટા પાયા પર થાય છે. પણ અફીણના વાવેતર પર પ્રતિબંધ છે તેમ તમાકુના વાવેતર પર પણ મૂકવાનો અથવા સિગારેટ બનાવનાર કંપનીઓ બંધ કરવાનો કાયદો ઘડાતો નથી. કારણ કે માલેતુજાર ખેડૂતો અને સિગારેટના કારખાનેદારો સરકારને નચાવી શકે છે. [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક : ૨૦૦૫]