સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/મારા વર્ગો
અમેરિકન અધ્યાપક રેઇનવોટરને ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક ૧૯૭૫માં મળ્યું ત્યારે, પચીસ વરસ પહેલાં પોતે કરેલાં કામનું આ રીતે બહુમાન થયું તેની એમને તો નવાઈ લાગેલી : “એ હવે એટલું બધું જૂનું થઈ ગયું છે કે એમાંથી કશું નીપજશે એવું મેં નહીં ધારેલું.” ઈનામના સમાચાર જણ્યા પછી તેની કોઈ ઉજવણી કરવાનો વિચાર એમને આવેલો નહીં. “મારે તો યુનિવર્સિટીમાં મારા વર્ગો લેવાના છે.”
જગતનું સૌથી વધુ પ્રસિદ્ધ પારિતોષિક પ્રાપ્ત કર્યા પછી પણ એ અધ્યાપકે પોતાની ઑફિસ સુધીની પાંચેક કિલોમીટરની મજલ રોજ સાઇકલ પર બેસીને કાપવાનું ચાલુ રાખેલું.