સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/શાની પ્રતીક્ષા કરીએ છીએ?


શું કોકાકોલા-પેપ્સી હાનિકારક અને માંસાહારી પીણું છે? અમેરિકાના ‘ધી અર્થ આઇલૅન્ડ જર્નલ’માં પ્રસિદ્ધ થયેલી માહિતી : ૧. કોકાકોલા કે પેપ્સીની પ્રત્યેક બોટલમાં ૪૦થી ૭૨ મિલીગ્રામ સુધીનાં નશીલાં તત્ત્વો ગ્લિસરીલ, આલ્કોહોલ, ઇસ્ટરગમ અને પશુઓમાંથી મળતાં ગ્લિસરીન મળે છે. શાકાહારીઓ ભ્રમમાં ન રહે કે આ માંસાહારી નથી. ૨. એમાં સાઇટ્રિક એસિડ છે. શૌચાલયમાં આ ઠંડા પીણાને ૧ કલાક માટે રેડી દો, તો ફિનાઈલની માફક શૌચાલયને સાફ કરી દેશે. ૩. ક્યાંક કાટ લાગ્યો હોય તો આ પીણામાં કપડું પલાળો. પછી જ્યાં કાટ લાગ્યો હોય ત્યાં એ ઘસો, કાટ નીકળી જશે. ૪. કપડાં ઉપર ગ્રીઝ લાગ્યું હોય તો સાબુ અને આ પીણાંમાં કપડાં પલાળો. થોડા વખતમાં ગ્રીઝના ડાઘા નીકળી જશે. ૫. માણસનાં હાડકાંને ઓગાળી નાંખતાં જમીનને એકાદ વર્ષ લાગે છે, પણ આ પીણાંમાં એકાદ હાડકું બોળી રાખો અને દસ દિવસ પછી જોશો તો તે ઓગળી ગયું હશે. ૬. દિલ્હીના મોહન ભટનાગર એક ચોંકાવનારો કિસ્સો કહે છે. દિલ્હી વિશ્વવિદ્યાલયમાં એક સ્પર્ધા યોજાઈ. સ્પર્ધા હતી ઠંડાં પીણાં કોણ વધુમાં વધુ પી શકે? એક વિદ્યાર્થીએ આઠ શીશી પીધી. અને શરીરમાં કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ એટલું વધી ગયું કે એ જ સ્થળે એનું મૃત્યુ થયું. આવાં ઠંડાં પીણાં નાનાં બાળકો, મહેમાનો અને આપણી જાતને પીવડાવી આપણે શાની પ્રતીક્ષા કરી રહ્યા છીએ?