સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સરકારને ન સંડોવીએ
આપણે જુગાર રમવો છે કે નહિ, ગુનાખોરી કે વાસનાને ઉત્તેજતી ફિલ્મો આપણે જોવી છે કે નહિ, એ જાતની ઉશ્કેરણી કરતાં છાપાં વાંચવાં કે નહિ, એવા બધા નિર્ણયો આપણે જાતે જ કરી લઈએ ને સરકારને તેમાં ન સંડોવીએ, એ જ ઉત્તમ છે. વ્યક્તિ-વ્યક્તિ કે વ્યક્તિ અને સમૂહ વચ્ચે સ્વેચ્છાએ ને સમજણપૂર્વક ચાલતા વહેવારોમાં સરકાર જેવી સત્તા જેટલી ઓછી વચ્ચે પડે તેટલું સારું. એ સત્તા તો ત્યારે જ વપરાવી ઘટે જ્યારે કોઈ કોઈની ઉપર બળજબરી કરે.