તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને : આ પારે શું વા સામે પાર — જેને તારો ઇતબાર! તરશે કે ડૂબશે હોડી, દિયે એ ઉચાટ છોડી : એવા વળી શાને ભરે ભાર — જેને તારો ઇતબાર!