સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/દવ રે લાગ્યો!
દવ રે લાગ્યો ને ખંડો સળગિયા, સળગ્યા સાગર ને આભ;
બળ્યાં રે શે’રો ને બળિયાં ગામડાં, સારે સંસારે લા’ય....
બળે રે મહેલો ને બળતાં ઝૂંપડાં, સળગે મોટાં ને બાળ;
ઊભાં રે સળગાવી દૂરે જે બધાં, થાતી સહુનો એ કાળ.
બુઝાવી શકે ન એને રાજવી, કોઈ નહીં વા કુબેર;
એક રે સૌ થાયે અદના આદમી, ત્યારે અટકે એ કેર.